મોરબીના કાયાજી પ્લોટમાં ચોરી થઇ હોવાની જાણ થતાની સાથે જ મોરબી એ ડીવીઝન પોલીસ સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જે મામલે મકાન માલિક હિંમાશુભાઇ ચંદ્રકાંન્તભાઇ ચંડીભમ્મરે તેમના મકાનમાં ચોકીદારી કરતા આરોપી સદે બહાદુર વિશ્વકર્મા અને તેની પત્ની બિંદુ સદે બહાદુર વિશ્વકર્મા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ ટંકારા તાલુકાના હડમતીયા ગામે “પવનસુત પોલીપેક” નામનું કારખાનું ચલાવી વેપાર ધંધો કરે છે. ગત તારીખ ૩૦/૦૪ ના રોજ સવારના ૧૦:૦૦ વાગ્યે તેમના પરિવાર સાથે તેમના કારખાનાના ભાગીદાર ના રાજકોટ ખાતે આવેલા ઘરે રાંદલ માતાજીના પ્રસંગમાં ગયા હતા ત્યાંથી પરિવાર ઘરે પહોંચ્યો એ સમયે સામાન વેર વિખેર હતો અને ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી તપાસ કરતા સોનાના દાગીના તોલા.૫૧.૫ ગ્રામ કિંમત રૂપિયા ૧૦,૩૦,૦૦૦ તથા ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૧૬,૫૦૦ તથા રોકડ રૂપિયા ૧૫,૧૧,૦૦૦ મળી કુલ મુદામાલ રૂપિયા ૨૫,૫૩,૫૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હતી. એટલું જ નહીં. તેમના સી.સી.ટી.વી. કેમેરાનુ ડી.વી.આર જોવામાં આવતું ન હતુ તેમજ તેમનો ચોકીદાર તેની પત્ની સાથે ઘરેથી રાત્રી ના સમયે નિકળી ગયેલ હોવાની જાણ થઈ હતી. જેથી તેણે જ ચોરીને અંજામ આપ્યો હતો તેવું ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે