સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આગામી 4 મે સુધી કમોસમી વરસાદ-માવઠાની આગાહી વચ્ચે રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે છાંટાછુટી થઈ રહ્યા છે. આજે બપોરે શહેરનાં અનેક ભાગોમાં છાંટા હળવા ઝાપટા વરસતા માર્ગો ભીના થઈ ગયા હતા..વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ-સાયકલોનીક સરકયુલેશન સક્રિય થવાના કારણોસર સમગ્ર ગુજરાતમાં હવામાન પલટો થઈ રહ્યો છે. કેટલાંક ભાગોમાં ત્રણ ઈંચ સુધી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં છાટાછુટી હળવા ઝાપટા વરસ્યા હતા. આજે બપોરે રસ્તા ભીના કરી દેતા હળવા ઝાપટા વરસ્યા હતા. વાતાવરણ પણ વાદળછાયુ હતું અને ચોમાસું માહોલ સર્જાયો હતો.ભરઉનાળે ચોમાસું માહોલમાં ફેરવાયું હતું.. સુર્યનારાયણ તથા વરસાદની સંતાકુકડી હોય તેમ થોડા વખતમાં તડકો પણ નીકળી જતો હતો. દરમ્યાન હવામાન ખાતાનાં રિપોર્ટ પ્રમાણે રાજકોટમા 2.8 મીમી વરસાદ વરસ્યો હતો. ભેજનુ પ્રમાણ 96 ટકાએ પહોંચી ગયુ હતું. જયારે પવનની ઝડપ બપોરે અઢી વાગ્યે 12 કિલોમીટરની નોંધાઈ હતી.
રાજકોટ: વરસાદી માહોલ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -