રાજકોટમાં ગુજરાત ગૌરવ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન ખાતે યોગ-ગરબા યોજાયા હતા. જેમાં ગરબા સાથે યોગાસન, ધ્યાન અને પ્રાણાયામનો અનેરો સમન્વય જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના 150 જેટલી મહિલા યોગ ટ્રેનર્સે ભાગ લીધો હતો.નોંધનીય છે કે, આગામી દિવસોમાં રાજકોટમાં યોગની તાલીમ લેતા લોકોને પણ યોગ-ગરબા અંગે તાલીમ મળશે. આ અંગે સુરતના યોગ-ગરબાના સંશોધક એનીષ રંગરેજ રાજકોટમાં યોગ ટ્રેનર્સને યોગ-ગરબાની ટ્રેનિંગ આપવા આવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી યોગ-ગરબાનો ટીચર ટ્રેનિંગ કોર્ષ ચાલતો હતો. જેમાં યોગની સાથે ગરબાનું સંયોજન કરી કેવી રીતે પોતાને સ્વસ્થ અને ખુશ રાખી શકીએ તેની તાલીમ આપવામાં આવી હતી. ગરબાનો ઇતિહાસ અને ગરબાની ફિલોસોફી સાથે વૈજ્ઞાનિક અભિગમથી ગરબા મૂવમેન્ટનો યોગમાં ઉપયોગ કરી ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને ગરબાના શારીરિક લાભ કેવી રીતે લઇ શકાય અને સાથે યોગાના આસન, પ્રાણાયામ ઉપરાંત ધ્યાન સાથે ભેગા કરીને માનસિકને આધ્યાત્મિક લાભો લઇ શકાય એ બાબતનું જ્ઞાન ટ્રેનરને આપવામાં આવ્યું હતું.
રાજકોટ: સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન ખાતે ગુજરાત ગૌરવ દિનની ઉજવણીની યોગ-ગરબા સાથે ઉજવણી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -