જામનગર જીલ્લાના કાલાવડ એપીએમસીની ચુંટણીનું પરિણામ જાહેર થયું છે.. કાલાવડ એપીએમસીમાં 16 બેઠક માંથી 10 પર ભાજપે કબજો કર્યો છે. જ્યારે ખેડૂત વિભાગના વેપારી વિભાગમાં 1 અને સહકારી વિભાગ માં 2 પર વિજય મેળવો છે. જયારે ખેડૂત વિભાગમાં 3 બેઠક પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. તેમજ વેપારી વિભાગના 3 બેઠક પર અપક્ષ ઉમેદવારએ વિજય મેળવ્યો છે. તો બીજી તરફ ભાજપના 3 મોટા નેતાનો કારમો પરાજય થયો છે. જિલ્લા ભાજપ ગાંડુંભાઈ ડાંગરિયા અને પ્રદેશ કારોબારી સદસ્ય કશ્યપ વૈષ્ણવની હાર થઈ છે.. જયારે વેપારી પેનલની વાત કરવામાં આવે તો ભાજપ પેનલમાંથી રાજુભાઇ વાદી અને 3 અપક્ષ જીતુભાઇ બગડાઈ, સામજીભાઈ કપુરીયા, અને લલિતભાઈ પીપરવા નો વિજય થયો..ભાજપ માં જૂથવાદના લીધે હાર થયાની કાર્યકર્તામાં ચર્ચા થઈ રહી છે.
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગ