અમરેલીના બગસરા તાલુકાના કાગદડી સહિત આસપાસના ગામ્ય વિસ્તારમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. કાગદડી ગામે ભારે પવન અને કરા સાથે વરસાદ પડતાં ભર ઉનાળે ચોમાસા જેવો મોહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર કરેલ તલ, મગ, બાજરી પાકોને ભારે નુકસાનથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. ત્યારે હવામાન ખાતાની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. જગતના તાત કમોસમી વરસાદથી ચિંતિત બન્યા છે. ત્યારે અમરેલી જીલ્લા આપ પાર્ટીના પુર્વ ખેડૂત નેતા રમણીકભાઇ બાળધાએ સરકાર નુકસાનનું વળતર આપે તેવી માંગ કરી છે.
અશોક મણવર