33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ભાવનગર શહેરનાં વેપારી પાસે દોઢ કરોડ રૂપિયાની ખંડણી માંગવાનાં કેસમાં ગણતરીનાં કલાકોમાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


ભાવનગર, રૂપાણી સર્કલ વિસ્તારમાં રહેતાં અને વાધાવાડી રોડ ઉપર આવેલ D & I એકસલસ નામની બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતાં જતીનભાઇ કનુભાઇ શાહની ઓફિસમાં ગઇ તા.૧૯/૦૪/૨૦૨૩નાં રોજ કોઇએ કવરમાં પત્ર મારફત ૧,૯૦,૦૦૦ USD ( રૂ.૧.૫ કરોડ ) ની માંગણી કરી કાગળને મામુલી ન સમજવા માટે ગર્ભિત ધમકી આપેલ.જે અંગે જતીનભાઇએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગઇકાલ તા.૨૫/૦૪/૨૦૨૩નાં રોજ ફરિયાદ દાખલ કરાવતાં નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩૦૨૦૦/૨૦૨૩ઇ.પી.કો.કલમઃ-૩૮૪,૫૦૭ મુજબનો ગુન્હો દાખલ થયેલ.
આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. બી.એચ. શીંગરખીયા, પો.સબ ઇન્સ. કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા, પી.આર. સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ ઇસમોને તાત્કાલિક શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો આરોપીઓની ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી તપાસમાં હતાં.તે દરમ્યાન રૂટ ઉપરનાં અંદાજે પચાસેક જેટલાં જાહેર તથા ખાનગી સી.સી.ટી.વી. કેમેરાનાં ફુટેજ ચેક કરેલ. તે દરમ્યાન હ્યુમન સોર્સથી મળેલ માહિતી આધારે ફરિયાદી શ્રીની ઓફિસમાં પત્ર મુકવા આવેલ ઇસમની તપાસ કરતાં આ માણસ અગાઉ લુંટનાં ગુન્હામાં પકડાયેલ ભગવાન ઉર્ફે ભાવેશ ઉર્ફે ભગો હોવાનું જણાય આવેલ.જેથી તેની તપાસ કરતાં આ ભગવાન ઉર્ફે ભાવેશ ઉર્ફે ભગો કુરજીભાઇ ચાવડા રહે.પ્લોટ નંબર-૪૨,ભાગ્યોદય સોસાયટી, તળાજા જકાતનાકા, ભાવનગર વાળો તેનાં રહેણાંક વિસ્તારમાંથી હાજર મળી આવેલ.તેને એલ.સી.બી. ઓફિસ લાવી પુછપરછ કરતાં તેણે ઉપરોકત ગુન્હાની કબુલાત કરેલ.જેથી તેને આગળની કાર્યવાહી થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ. આમ, ભાવનગર શહેરમાં વેપારી પાસેથી રૂ.દોઢ કરોડ જેવી મોટી રકમની ખંડણી માંગવાનાં ગુન્હાનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડતાં વેપારી આલમમાં હર્ષની લાગણી પ્રસરી ગયેલ હતી

રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -