જૂનાગઢના નરસિંહ મહેતા તળાવનો બ્યુટિફિકેશન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિક્શન કામના સ્પષ્ટતા બાબતે મનપા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં નરસિંહ મહેતા સરોવર ડેવલોપમેન્ટનું કામમાં અવરોધરૂપ નિવેદનો અને આક્ષેપોની સ્પષ્ટતા કરવામાં આવી હતી. નરસિંહ મહેતા સરોવરનો એરીયા 1,31,380 ચોરસ મીટર છે, અને આ એરીયામાં કોઇપણ પ્રકારનો ઘટાડો થવાની સંભાવના નથી અને તળાવમાં પાણીની કુલ ક્ષમતા 591.21 એમ.એલ.ડી. છે જે તળાવની કામગીરી પુર્ણ થયા બાદ આશરે 815 એમ.એલ.ડી. થવા જઇ રહી છે. જે ખરેખર તળાવમાં જળસંચયમાં વધારો થશે.તેમજ હાલ તળાવની ઉડાઇ આશરે 4 મીટર છે, જે તળાવની કામગીરી પુર્ણ થયે થી 6 થી 7 મીટરની રહેશે ડેવલોપમેન્ટની સાથે સાથે તળાવની જળસંગ્રહ શકિત વધારવા પણ કામગીરી હાથ ધરવામાં આવશે.