જામકંડોરણા તાલુ કાના સાતોદડ ગામ પાસે ઈકો કાર ખાનગી ટ્રાવેલ્સ સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જામકંડોરણાથી ઈકો કારમાં વિધ્યાર્થીઓ ધ્રોલ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચારથી વધુ લોકોને પગના ભાગે અને એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઇકો કારના ડ્રાઇવરને જેસીબી ની મદદથી બહાર કઢાયો હતો. ઘાયલ તમામ લોકોને 108 દ્વારા જામકંડોરણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
પ્રવિણ દોંગા જામકંડોણા