સુરેન્દ્રનગર જોરાવનગર ખારા કુવા નજીક રોડ ઉપર પસાર થતી સુકા કડબ ભરેલી આઈસર મા અચાનક આગના ગોટેગોટા નિકળતાં સ્થાનિક લોકોએ આગને કાબુમાં લેવા પ્રયતન હાથ ધર્યા હતાં. અને આ આગની જાણ સ્થાનિક લોકોએ સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાઈર વિભાગની ટીમને જાણ કરતા ફાઈર વિભાગના ઈનચાર્જ દેવાંગભાઈ દુધરેજીયાના માર્ગ દર્શન હેઠળ ફાઈર વિભાગની ટીમ જેમાં સંજયભાઈ, જયભાઈ, મુકેશભાઈ, અને રાહુલભાઈ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જય આઈસરમા લાગેલી આગ પર ફાઈર બંબાથી સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા મોટી દુર્ઘટના થતા બચી હતી આ આગથી કોઈ જાનહાની થવા પામી નથી તેવુ જાણવા મળી રહ્યુ છે. અને આગનુ કારણ હજુ અકબંધ છે.
રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા