અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લાલપુર સ્ટેન્ડ નજીક દારૂખાનાના ફાટકડામાં ભભૂકી ઉઠેલી બેદરકારીની પ્રચંડ આગમાં ૪ નિર્દોષ માનવ જીંદગીઓ હોમાઈ ગયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપીઓને શોધવામાં તંત્રને સફળતા મળી નથી અને જિલ્લા એસઓજી અને એલસીબીની ટીમ દ્વારા આ ભાગેડુ આરોપીઓને શોધી કાઢવા સંભવીત સ્થાનો પર તપાસનો દૌર આરંભાયો છે. ત્યારે તંત્રએ હવે મોડે મોડે જિલ્લાના દારૂખાનાનો સંગ્રહ કરતા, વેચતા હોલસેલરો, વિક્રેતાઓને નોટીસ ફટકારી ફાયર સેફ્ટીની એનઓસો અને સાધનો સહિત ગોડાઉન સ્થળોએ અપાયેલા જથ્થા સંગ્રહની ક્ષમતા અંગે વિગતો મેળવવા નોટીસોનો દૌર આરંભાયો છે. જેમાં કુલ ૧૩ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે.
ઋતુલ પ્રજાપતિ