રાજકોટના મોટા મૌવા સ્મશાન પાસે આગની જવાળાઓ ફાટી નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે. jcb એ ગેસની લાઈનને ટક્કર મારતા આગની જવાળાઓ ફાટી નીકળી હતી. આગની જવાળાઓ ફાટી નીકળતા ફાયર વિભાગને જાણ કરાઇ હતી. બાદમાં તાત્કાલિક ફાયર ટિમ ઘટના સ્થળે પહોચી હતી. અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.