રાજકોટના બાલાજી મંદિરનો વિવાદ વકર્યો છે. ત્યારે બાલાજી મંદિરના વિવાદ મુદ્દે મનપાના ટાઉન પ્લાનર એમ.ડી સાગઠિયાનું નિવેદન સામે આવ્યું છે. મનપમાં બાલાજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બે મહિના પૂર્વે પ્લાન રજૂ કરાયો છે. પ્લાન હજુ સુધી મંજુર કરાયો નથી પ્લાન યોગ્ય હશે તો મંજૂર કરાશે.. પ્લાન મુક્યાં પછી બાંધકામ કરી શકાય પરંતુ યોગ્ય ન હોય તો ફી ભરી શકાય… બાંધકામ gdcrની જોગવાઈ મુજબ ન હોય તો બાંધકામ કરનારે દૂર કરવાનું રહે છે. અને પ્લાન આસી. ટાઉન પ્લાનર ચેક કરે પછી મારી પાસે આવશે તેમ જણાવ્યુ હતું. અને પ્લાનમાં કોઈપણ ગેરરીતિ હશે તો મંજુર કરવામાં આવશે નહીં. એન્જીનિયરોને ક્ષતિપૂર્તતા પત્ર લખવામાં આવ્યો છે જેની કાર્યવાહી બાકી છે… અને કલેક્ટરને પત્ર લખી જાણ કર્યા બાદ મનાઈ હુકમ પણ ટ્રસ્ટીઓને પાઠવવામાં આવ્યો છે.