રાજકોટ શ્હેરના વોર્ડ નંબર 14માં આવેલ લલુડી હોકડીના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અહી છેલ્લા 15 દિવસથી પેવાર બ્લોકનું કામ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ અધૂરા કામને લઈને સ્થાનિકો મુશ્કેલી વેઠવી રહ્યા છે. અહી અડધી જ શેરીમાં પેવર બ્લોક લ્ગવવામાં આવ્યા છે. જ્યારે અડધી શેરીમાં પેવર બ્લોક ન નાખવામાં આવતા સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર માં જાણ કરવામાં આવતા ગ્રાન્ટ પાસ થઈ હોય તેટલુજ કામ કરવામાં આવશે. તેવા જવાબો આપવામાં આવી રહ્યા છે. અહી, ગંદકીની સમસ્યા, ગટર ઉભરાવાની સમસ્યા, સહિતની સમસ્યા સ્થાનિકો વેઠવી રહ્યા છે. તો આ ઉપરાંત અધિકારીઓએને રજૂઆત કરવામાં આવતા અધિકારીઓએ એક બીજા ના નંબર આપીને એક બીજાને પ્રશ્ન ખો ડેટા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ અધિકારીઓએ ક્યારે સુધરશે..? અને ક્યારે રહેવાસીઓને સમસ્યાનો અંત આવશે તે જોવું રહ્યું
રાજકોટ: વોર્ડ નં.14માં લલુડી હોકડીના રહીશો અધૂરા પેવર બ્લોકના કામથી હેરાન પરેશાન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -