જુનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે.. તાજેતરમાં ભરતી કૌભાંડ, પેપર લીક કૌભાંડ, ડમી ઉમેદવાર કૌભાંડ જેવા કૌભાંડોને ખુલ્લા પાડનાર આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહની ધરપકડ તંત્રનો દુરુપયોગ કરી કરવામાં આવેલ છે. જે બદલ,જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા સત્યના સમર્થનમાં આવેદનપત્ર અપાયું હતુ. જેમાં આપના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાંબેન પટેલ તેમજ જિલ્લા પ્રમુખ ભાવેશ કાતરીયા સહિતના કાર્યકરો જોડાયા હતા
વિનોદ મકવાણા