પાણીની અછત વચ્ચે રાજકોટના આજીડેમ ચોકડી,રામ પાર્કમાં ખોદકામ દરમ્યાન પાણીની લાઇન તૂટી, જુઓ કેવી થઈ પાણીની રેલમછેલ
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં તાજેતરમાં મેયર, ધારાસભ્યોનો લોકોએ પાણી પ્રશ્ને ઘેરાવ કર્યો હતો દરમિયાન રાજકોટમાં પાણીની અછત વચ્ચે વધુ એક પાણીની લાઇન તૂટતાં પાણીનો વેળફાટ થયો હતો આજીડેમ ચોકડી નજીક આવેલ રામ પાર્કમાં ખોદકામ દરમ્યાન પાણીની લાઇન ધડાકાભેર તૂટી જતાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી ઉનાળાના પ્રારંભે ફરી લાઇન તૂટતાં વગર વરસાદે નદીઓ વહી હતી.