25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

ઓનલાઈન ફ્રોડ: 5 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરાવી અમદાવાદી વેપારીનાં એકાઉન્ટમાંથી 17.84 લાખ પડાવ્યા


[ad_1]

Gujarati NewsLocalGujaratAhmedabad17.84 Lakhs Withdrawn From Ahmedabadi Businessman’s Account After Making An Online Payment Of Rs 5, Filed A Complaint In The Cyber Crime Police Station

અમદાવાદ2 કલાક પહેલા

કૉપી લિંક

આજના આધુનિક યુગમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યાં છે. લોકો સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થકી બેંકમાંથી રૂપિયા ઉપડી જવાની ઠગાઈની ઘટનાઓ દિવસે ને દિવસે વધુ પ્રમાણમાં સામે આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં એક સિનિયર સિટિઝન વેપારીને આંખનાં લેન્સનો ઓર્ડર લેવો મોંઘો પડ્યો. ચેન્નઈના ઠગોએ ટ્રેકોન કુરિયરમાં 5 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવીને 17.84 લાખ રૂપિયા આ સિનિયર સિટિઝન વેપારીના એકાઉન્ટમાંથી કાઢી લીધા હતાં. આ વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વ્હોટ્સએપ પર ઓર્ડરનો મેસેજ કર્યોપ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા મયુરભાઈ દવે વિમા એજન્ટ તરીકેનું કામ કરે છે. તેમને સાબરકાંઠાના ઈડરમાં સ્થિત શ્રીમદ જેસિંગ બાપા હોસ્પિટલમાંથી મોતિયાનાં ઓપરેશન માટે લેન્સનો ઓર્ડર મળ્યો હતો. તેમના કઝિન ભાઈ રાજેશભાઈ દવે જે મુંબઈ ખાતે રહે છે, તેઓ આ લેન્સ માટેની હોલસેલ ડિસ્ટ્રીબ્યુશનશીપ ધરાવે છે એટલે તેમણે તેમને વ્હોટ્સએપ પર આ ઓર્ડરનો મેસેજ કર્યો હતો.

5 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીને ઓર્ડર મેળવી લેવા કહ્યુંતેમણે ફરિયાદીને જણાવ્યું હતું કે, ‘લેન્સનો ઓર્ડર ચેન્નઈ આપી દીધો છે અને તે ટ્રેકોન કુરિયર મારફતે મોકલી આપશે. બે દિવસ બાદ ઓર્ડર નહીં મળતાં ટ્રેકોન કુરિયરનાં કર્મચારી સાથે વાત કરતાં તેણે 5 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરીને ઓર્ડર મેળવી લેવા કહ્યું હતું. ત્યારબાદ તેણે મોબાઈલ નંબર અને એડ્રેસ મંગાવ્યું હતું. બીજા દિવસે ફરિયાદીનાં ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થકી 17 લાખ 84 હજાર રૂપિયા ઉપડી ગયા હતાં. ત્યારબાદ ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -