આજે ચંદ્રયાન-3નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આજનો દિવસ ઐતિહાસિક દિવસ બન્યો છે જેને સમગ્ર દેશવાસીઓએ ગર્વ સાથે નિહાળ્યો હતો. હાલ ચંદ્રયાનનું સફળ લોન્ચીંગ થયું છે. દેશવાસીઓ ગર્વ અનુભવી રહ્યો છે. ત્યારે રાજકોટની સાયન્સ સેન્ટર ખાતે આવેલ નોબલ પ્રાઈઝ ગેલેરી-6માં ચંદ્રયાનનું લાઈવ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 80 થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા. આજે ચંદ્રયાન-3ના લોન્ચીંગને લાઈવ નિહાળ્યો હતો. આ ઉપરાંત લોન્ચીંગ પહેલા વિદ્યાર્થીઓને ચંદ્રયાન વિશે પ્રેઝનટેશન થકી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વહેલી સવારથી પહોચી ગયા હતા. અને સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી.ચંદ્રયાન-3ના લોન્ચીંગ થતા જ વિદ્યાર્થીઓએ તાળીઓના ગળગળાટથી આયોજનને વધાવ્યું હતું. અને વૈજ્ઞાનિકોના કાર્યને બીરદાવ્યા હતાં.
80થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાજકોટના સાયન્સ સેન્ટરમાં ચંદ્રયાન-3 લોન્ચીંગને લાઈવ નિહાળ્યું…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -