રાજકોટમાં PGVCL ઈજનેરે 6 વર્ષ સુધી લિવ ઇનમાં રહી યુવતીને અલગ અલગ જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચર્યું. બાદમાં લગ્નનું કહેતા યુવતીને તરછોડી કહ્યું કે તુ પછાત વર્ગમાંથી આવે છે માટે તારી સાથે લગ્ન નથી કરવા. યુવતીને માઠું લાગી આવતા ગઈકાલે તે આરોપીના ઘરે તેને મળવા માટે ગઈ અને ફરીવાર લગ્નની વાત કરી. આરોપીએ લગ્નનો ઇન્કાર કરતા યુવતીએ તેની સામે જ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઇ હતી.