રાજકોટના કોઠારીયા સોલ્વન્ટમાં આવેલા કાંગારૂ કોર્પોરેશન નામના કારખાનામાંથી ગત 20 તારીખે મહિલાની ગળેટુપો દઈ હત્યા કરેલી લાશ મળી આવી હતી જેની તપાસ કરતા મૃતક યુપીની જાકીરાબાનુ ઉર્ફે કરકી ચાંદઅલી ગદી હોવાનું જાણવા મળતા મૃતકના ભાઈ સલારુંદિન ચાંદઅલી ગદીની ફરિયાદ પરથી મૃતકના પતિ મોબીન જમીલ અહેમદ સામે ૨૬ તારીખે હત્યાનો ગુનો નોંધ્યો હતો જે દરમિયાન ક્રાઈમ બ્રાંચ પીઆઈ બી ટી ગોહિલ અને ટીમે ભેદ ઉકેલવા આરોપીના વતન યુપીના બહેરાઈચના તરાઈ જંગલમાં જઈ પાંચ દિવસ રોકાણ કરી મૃતકની અને આરોપીની વિગતો મેળવી લોકલ બાતમીદારો ઉભા કર્યા હતા. જે દરમિયાન આરોપી નેપાળ ભાગી જવાનો હોવાની બાતમી મળતા ફરી પીએસઆઈ ડી સી સાકરિયા અને ટીમ યુપી પહોચી હતી અને સ્થાનિક લોકો જેવો વેશ ધારણ કરી તરાઈ જંગલમાં જ્યાં હિંસક પ્રાણીઓનો ત્રાસ છે તેમજ મુશળધાર વરસાદ વરસતો હોય તેની વચ્ચે પાંચ થી છ દિવસ રહીને મોબીન જમીલ અહેમદને ઝડપી લીધો હતો. જેમાં 5 સંતાનોને તરછોડી પ્રેમલગ્ન કરનાર પત્ની ઇદના તહેવારમાં વતન જવાની જીદ કરતી હોવાથી દુપટ્ટાથી ગળેટુપો દઈ હત્યા કરી ઓરડીને તાળું મારી નાસી છૂટ્યો હોવાની કબુલાત આપતા આજી ડેમ પોલીસને કબજો સોંપ્યો છે