31 C
Ahmedabad
Friday, June 13, 2025
spot_imgspot_imgspot_img

વાંધાજનક વીડિયો વાયરલ થતાં ભાજપ નેતાને પાર્ટીમાંથી તગેડી મૂકાયા

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના ભાજપ અધ્યક્ષ અમર કિશોર કશ્યપને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. પાર્ટી ઓફિસમાં એક મહિલા સાથેનો તેમનો વાંધાજનક વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો હતો, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રદેશ મહામંત્રી ગોબિંદ નારાયણ શુક્લાએ બરતરફીનો પત્ર જાહેર કરતાં જણાવ્યું કે, પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીના નિર્દેશ પર અમર કિશોર કશ્યપ ઉર્ફે બમબમ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

નોટિસનો સંતોષકારક જવાબ ન મળતાં કાર્યવાહી

પાર્ટી તરફથી જાહેર કરાયેલા બરતરફી પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, “તમારી સામે કારણ જણાવો નોટિસ જાહેર કરવામાં આવી હતી કે, તમે પ્રદેશ કાર્યાલયને પોતાનું સ્પષ્ટીકરણ આપો. પરંતુ, તમારા દ્વારા મોકલવામાં આવેલું સ્પષ્ટીકરણ સંતોષકારક નથી. જેથી અનેક વિચાર-વિમર્શ બાદ પ્રદેશ અધ્યક્ષના નિર્દેશ પર તમને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવે છે.”

પાર્ટી ઓફિસના CCTV માં કેદ થયો હતો વીડિયો

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં અમર કિશોર કશ્યપ ઉર્ફે બમબમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે પાર્ટી ઓફિસમાં એક મહિલા કાર્યકર્તા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે. આ વીડિયો 12 મેનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે પાર્ટી ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ વીડિયો વાયરલ થતાં જ ભાજપ નેતાની આ હરકત જિલ્લાથી લઈને પ્રદેશ સ્તર સુધી ચર્ચાનો વિષય બની હતી.

નેતાનો ખુલાસો: “માત્ર સહારો આપ્યો હતો”

વાયરલ થયેલા વીડિયો અંગે અમર કિશોર કશ્યપે પોતાનો ખુલાસો રજૂ કરતા જણાવ્યું હતું કે, “વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા ભાજપની કાર્યકર્તા છે, જેની તબિયત ખરાબ હોવાના કારણે મેં ફક્ત તેને સહારો આપ્યો હતો. તે સમયે તે બેભાન થઈને પડવા લાગી હતી. તેને બચાવવા માટે પકડવું જરૂરી હતું. જો સહારો આપવો ખોટું છે તો મેં ખોટું કર્યું છે.”

જોકે, પાર્ટીએ તેમના આ ખુલાસાને સંતોષકારક ન ગણીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -