રાજકોટ સહિત રાજ્ય અને દેશભરમાં થર્ટી ફર્સ્ટની ઉમંગભેર ઉજવણી કરવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ખાસ કરીને પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે બુટલેગરો પણ મેદાનમાં ઉતર્યા છે ત્યારે પોલીસ પણ આવી ખેપ મારતા ખેપિયાઓ ઉપર બાજનજર રાખી રહી છે ત્યારે બુટલેગરોના મનસૂબા ઉપર પાણીઢોળ કરવાના ઇરાદે પોલીસે પણ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે ગત રાત્રે શહેરના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ જેવા કે ઘંટેશ્વર ચોકડી, ગોંડલ ચોકડી વગેરે વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસે તમામ કાર સહિતના મોટા વાહનો રોકી, ડેકી ખોલાવી ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસ એક્શન મોડમાં આવી જતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.