સૌરાષ્ટ્રમાં સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રભરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના લોધીકામાં 25થી વધુ વીજ થાંભલાઓ ધરાશાઈ થયા હોવાનું સામે આવ્યું છે. લોધીકાના દેવગામમાં અનેક વીજ થાંભલાઓ ધરસાઈ થયા હતા ગત રાત્રે વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોને મોટું નુકશાન થયું છે. વરસાદથી અનેક વૃક્ષો ધરાશાઇ થયા હતા. 15 વર્ષ બાદ આવું વાવજોડું આવ્યું હોવાનું ખેડુતો એ
જાનવ્યું હતું.
બીજી તરફ મોરબી જિલ્લામાં પણ વરસાદના કારણે નુકસાન ભતિ સામે આવી છે. પવન સાથે માવઠું પડ્યું હતું. ત્યારે નવાગામ રોડ ઉપર સોમનાથ ક્રાફટ મિલ એલ.એલ.પી. નામની ફેકટરીમાં ભારે પવનથી અંદાજે ૭૦ પતરા ઉડીને તૂટી પડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હોવાનું સામે આવ્યું હતું.