સૌરાષ્ટ્રની ધરતીમાંથી ‘વિશ્વ આમ્રક્રાંતિ’નો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. રાજકોટના મનસુખભાઈ સુવાગિયાએ દેશી આંબાની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા અને કૃષિમાં નવા પ્રયોગો કરવા માટે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. આવતીકાલે, એટલે કે 25મી મેના રોજ, તેમના ‘સંસ્કૃતિ ફાર્મ’ ખાતે 200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજીનું ભવ્ય નિદર્શન યોજાશે. મનસુખભાઈએ વર્ષ 2008થી દેશી આંબા અને કૃષિ બીજ સુરક્ષાનું બીડું ઝડપ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ખેડૂતો અને પ્રકૃતિપ્રેમીઓને પધારવા આમંત્રણ પાઠવાયું છે. રજિસ્ટ્રેશન માટે ગોપાલભાઈ કોટડિયા (મો. 9624424757) નો સંપર્ક કરી શકાશે.