હોસ્પિટલ ચોકના બ્રિજમાં તિરાડ પડયાની વાતો ઉડતા જ મનપાના અધિકારીઓ-પદાધિકારીઓએ પુલનું એન્જીનીયરો સાથે દોડી જઈ પુલનુ નિરીક્ષણ કરતા કોઈ ગંભીર ક્ષતિ જણાઈ ન હતી. ત્યારે હોસ્પિટલ ચોકનાં બ્રિજમાં તિરાડ પડી હોવાની રજુઆત મળતા મનપાના ટેકનીકલ વિભાગનાં અધિકારીઓ બાંધકામ સમીતીનાં ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, સીટી એન્જી. એસ.યુ.દોઢીયા, એમ.એમ.કોટક વિ.એ દોડી જઈ બ્રિજનું નિરીક્ષણ કરતા સીટી ઈજનેરોના જણાવ્યા પ્રમાણે સીઝનલ વાતાવરણની અસરના કારણે બ્રિજમાં પિલરની જોઈન્ટસમાં એકસપાન્શન- કોન્ટ્રાકશનના કારણે તિરાડી પડી જતી હોય છે. તેવી જ તિરાડ જોવા મળી હતી. સલામતીની દ્રષ્ટિએ બ્રિજમાં કોઈ ગંભીર ખામી ક્ષતિ જોવા મળેલ નથી. તેમ છતાં સલામતીની દ્રષ્ટિએ બ્રિજના સ્ટ્રકચરલ સેફટી અંગે તપાસ કરી રિપોર્ટ કરવા સીટી એન્જીનીયર સહિતના અધિકારીઓને સ્થળ પર જ સુચનાઓ આપી હતી તેમ મેયર નયનાબેન પેઢડીયા, ચેરમેન જયમીન ઠાકર, દંડક મનિષભાઈ રાડીયા, લીલુબેન જાદવની યાદીમાં જણાવાયું છે.