હીમતનગરના પાણપુરના જૂના બસસ્ટેન્ડ વિસ્તારમાં રહેતા તોફિકભાઈ હુસેનભાઇ રેવાસીયાના ઘરમાંથી શનિ- રવિવારની રાત્રિ દરમિયાન રૂ.8.91 લાખની ચોરી થવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન સોમવારે સવારે ફરિયાદીના પુત્ર અહમદ તોફિકભાઈ રેવાસીયાને પોલીસે ઢોર માર માર્યાની વાત વહેતી થતાં ગ્રામજનો હિંમતનગર સિવિલમાં ઉમટી પડ્યા હતા. યુવકે જણાવ્યું હતું કે .બે કલાક પૂછપરછ કરી પછી મને એલસીબીમાં લઈ ગયા થોડીવાર બેસાડયો પછી મારવાનું શરૂ કર્યું ત્રણ જણાં પગ પર બેસી ગયા બીજા બધા મારતા હતા આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. મોઢામાં ડૂચો મારી દીધો હતો. મારનારના મોંઢા પર કાળા કલરનું કપડું હતું પટ્ટા મારતા હતા દોડાઈ દોડાઈને મારતા હતા. આખા શરીરે માર માર્યો હતો. સિવિલમાં દાખલ કર્યો હતો.
ઉમંગરાવલ સાબરકાંઠા