સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના કિન્નરો.. છેલ્લા 20થી વધુ દિવસોથી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને માત્ર ને માત્ર ઘરમાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ રહે છે એનું કારણ છે તેમના સામે થતી ખોટી ફરિયાદો વાત જાણે એમ છે કે અમદાવાદના કિન્નરો હિંમતનગરના જયશ્રીદેના ધનસુરા અને મોડાસાનો વિસ્તાર પચાવી પાડવા માંગે છે અને આ વિસ્તાર પચાવી પાડવા માટે તેમણે અલગ અલગ જગ્યાએ હિંમતનગરના કિન્નરો સામે ખોટી ફરિયાદો દાખલ કરી છે..સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના સોનલદે સહિતના કિન્નરો સામે મોડાસા પોલીસ સ્ટેશને મારામારીની ફરિયાદ દાખલ થયેલી… તો અમદાવાદના કિન્નરોએ ગાંભોઇના કિન્નરના ઘરમાં ઘુસી અને એક કિન્નરને માર મારેલો…આ ઉપરાંત તલોદ પોલીસ સ્ટેશનમાં 20 વર્ષ પહેલા બનેલી ઘટનાની ખોટી અરજી દાખલ થઈ છે જેમાં જે સમયે સોનલ દે સહિતના કિન્નરો કિન્નર જમાતમાં ભળ્યા ન હતા તે વખતની ફરિયાદમાં તેમનું નામ લખવામાં આવ્યું છે… ત્યારે હવે આગામી સમયમાં ખોટી ફરિયાદો ન થાય તે માટે તેઓ સીસીટીવી કેમેરાની નજર સામે જ રહેવા માંડ્યા છે અમદાવાદના કિન્નરો સામે કાર્યવાહી કરવા હિંમતનગરના પચાસેક કિન્નરોએ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને પણ આવેદનપત્ર આપ્યુ છે તો બીજી તરફ ખોટી ફરિયાદોની બીકે તેઓ ઘરની બહાર ન નીકળતા આ કિન્નરોને પોતાનો ગુજારો કરવો પણ મુશ્કેલ બન્યું છે