હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનની સ્થાપના વિર્ષ 2009માં કરાઇ હતી. ત્યારથી લઇને આ સંસ્થા અત્યાર સુધીમાં અનેક નામી અનામી હિન્દુ સંસ્થાઓ જોડાઇ છે. હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા દ્વારા દેશભરના વિવિધ રાજ્યોમાં મેલાઓ પણ યોજે છે જેમાં પણ મોટા પ્રમાણમાં લોકો ભાગ લે છે. જ્યારે આ સંસ્થા દ્વારા સનાતન ધર્મનો પણ ખૂબજ પ્રચાર, પસાર અને તેના સંરક્ષણ માટે વર્ષોથી અનેક સેવા યોજી રહ્યાછે. જેના ભાગ રૂપે આજે રાજકોટમાં પણ તેમનો કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે આ સંસ્થાના આગેવાનો આજે સિટી ન્યુઝની મુલાકાતે આવ્યા હતા અને કાર્યક્રમની વધુ વિગતો આપી હતી.