વિજાપુર મહાકાળી મંદિર થી હિંમતનગર તરફ જતા સાબરમતી પુલ પાસે ના વળાંક માં હિંમતનગર તરફ જઈ રહેલી આઈવા ટ્રક ની બ્રેક ફેલ થઇ જતા ટ્રક ના ડ્રાયવર કન્ડક્ટર બહાર કૂદી પડ્યા હતા અને ટ્રક બાજુના કોતર માં પડે તે પહેલાં સામેથી આવી રહેલા ટ્રેકટર ને અથડાઈ જતા ટ્રેકટર પણ ઉંધુ પડી ગયું હતું જેના કારણે ટ્રેકટર ના ચાલકને પગે ઇજા પોહચી હતી ઇજા ગ્રસ્તો ને સ્થાનીક રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે 108 મારફત લાવવામાં આવ્યા હતા જોકે અકસ્માત ના કારણે ટ્રેકટર કાર સાથે અથડાઈ પલ્ટી ખાઈ જતા હિંમતનગર તરફ વિજાપુર તરફ જતા રોડ ઉપર ભારે ટ્રાફિક સર્જાયો હતો સ્થળ ઉપર પોલીસે પોહચી ને ટ્રાફિક હળવો કર્યો હતો જોકે ભયંકર દેખાતા અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નહતી પોલીસે સ્થળ ઉપર પંચ નામુ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી
ઉમંગ રાવલ