સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે લોકો સલામતી સાથે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજકો દ્વારા વિવિધ સોસાયટી અને પાર્ટી પ્લોટ માં ગરબાનુ આયોજન કરતા હોય છે પરંતુ ખેલૈયાઓને સલામતી સાથે ગરબે ગુમવા માટે નુ એકમાત્ર સ્થળ છે હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ કે જ્યા પોલીસ કર્મીઓ પણ ગરબા રમતા હોય છે તો અહિ આવતા ખેલૈયાઓને સલામતી મળી રહે છે આ ઉપરાંત દરરોજ અલગ અલગ ગાયક કલાકારો દ્વારા અહિ ગરબા કરવામાં આવે છે. ખેલૈયાઓ પાર્ટીપ્લોટ છોડી પોલીસ ગ્રાઉન્ડ ખાતે ગરબા ગુમવા આવે છે. ખાસ કરીને અહિ આવતી મહિલાઓ અને દિકરીઓને પણ સલામતી મળી રહે છે માટે ખેલૈયાઓ અહિ ગરબે ગુમવા માટે આવે છે આ ઉપરાંત અહિ એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ પણ ગરબે ગુમતા હોય છે. જેને લઈ ખેલૈયાઓને સલામતી મળી રહે છે
ઉમંગ રાવલ