હિંમતનગરમાં તાજેતરમાં જ લોકાર્પણ થયેલ અક્ષર ટીપી રોડ બનવાની શરૂઆત થઈ ચૂકી છે ટીપી રોડ પર અનેક જગ્યાએ કપચી ઊખડી ગઈ છે અને રોડ બેસી ગયું છે સાથે જ ખાડા પડવાના શરૂ થઈ ચૂક્યા છે જોકે સ્થાનિકોના મત મુજબ હલકી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગમાં લેવાયું હોવાના કારણે પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં ગયા હોય એવું માની રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ રોડ ખૂબ જ ટૂંકા સમયમાં બીમાર થતાં એવી પણ શક્યતાઓ સિવાય રહી છે કે આગામી થોડાક જ સમયમાં સંપૂર્ણ રોડ બિસમાર બની શકે છે. સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે અક્ષર ટીપી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે 23 જૂન 2023 ના રોજ હિંમતનગર મત ક્ષેત્રના ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે આ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જોકે લોકાર્પણ થયાના બે મહિના જેટલા સમયમાં જ રોડ તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે જોકે પાલિકા પ્રમુખ સમગ્ર બાબતે બચાવ કરતા કરી રહ્યા છે કે અક્ષર ટીપી રોડ પર પર રોડ તૂટવાની ફરિયાદ મળી છે અને સમારકામ કરવા માટેના નિર્ણય લેવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં તેનું સમારકામ કરી દેવામાં આવશે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ ખૂબ જ ટૂંકા સમયમાં બિસ્માર થાય છતાં પણ કોન્ટ્રાક્ટર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહીના બદલે સમારકામ કરી દેવાની વાતો કરી સીધો જ કોન્ટ્રાક્ટરનો બચાવ કરતા હોય તેવું સ્પષ્ટપણે માની શકાય છે.
ઉમંગરાવલ સાબરકાંઠા