સાબરકાંઠા જીલ્લા ના મુખ્ય ડેપો હિંમતનગર ખાતે આજથી સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે તો અહિ આવતા મુસાફરોને પણ સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરાઈ છે.. હિંમતનગર એસ ટી ડેપો ખાતે કચેરીની સુચના અનુસાર સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે જેમાં સમગ્ર એસટી ડેપો કેમ્પસ, તમામ રૂમ, સૌચાલય સહિત તમામ જગ્યાએ આજથી સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. ડેપો મેનેજર દ્રારા તમામ જગ્યાએ રૂબરૂ મુલાકાત લઈ સાફ સફાઈ કરાવવામાં આવી છે તો બસ સ્ટેન્ડ માં ઠેર ઠેર ડસ્ટબીન મુકવામાં આવ્યા છે અને ઠેર ઠેર ગંદકી ન કરવાના બેનર પણ લગાડવામાં આવ્યા છે. તો સાથે બસ સ્ટેન્ડ માં આવતા મુસાફરોને પણ અપીલ કરવામાં આવે છે કે પ્લાસ્ટિક સહિતનો કચરો જેમ તેમ ન નાખવો તે પણ જણાવી રહ્યા છે.તો હિંમતનગર સહિત જીલ્લા ના તમામ ડેપોમાં પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવશે આજ રીતે દરરોજ સાફ સફાઈ હાથ ધરાશે
ઉમંગરાવલ સાબરકાંઠા