અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે નું ફોર લેન માંથી સિક્સલેન માં રૂપાંતર ની કામગીરી ચાર વર્ષ કરતા ઉપરાંત સમયથી ચાલી રહી છે જેમાં હિંમતનગર શહેરના સહકારી જીન અને મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજનું કામ મંથર ગતિએ ચાલતું હોવાને લઈને સ્થાનિક લોકો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે. હીમતનગરના સહકારી જીન ચાર રસ્તે અધૂરો ઓવર બ્રિજ અને બંને બાજુ સર્વિસ રોડનો અભાવ હોવાને લીધે ઊડતી ધૂળ સાથે કાળી ડસ્ટથી પરેશાન વેપારીઓ દ્વારા અનેકવાર હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં પણ ઓવરબ્રિજની બાજુના સર્વિસ રોડનું સમારકામ ન કરવાના કારણે આજે રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. નેશનલ હાઈવેનું કામ કરતી એજન્સીના કર્મચારીઓએ ચાર દિવસમાં સમારકામ કરી આપવાની વાત કરતા હાલ પૂરતો વિરોધ શમ્યો છે. જો ચાર દિવસમાં સમાર કામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ વેપારીઓ દ્વારા આપવામાં આવી છે.
ઉમંગરાવલ સાબરકાંઠા