હિંમતનગર પરંપરાગત ખેતી છોડી કેટલાક ખેડૂતો અવનવી ખેતી કરી રહ્યા છે. જેમાં બાગાયતી ખેતીમાં સારું ઉત્પાદન અને આવક પણ વધુ મળતી હોય છે ત્યારે કરણપુરના ખેડૂતે પણ ડ્રેગનફ્રૂટની ખેતી કરી લાખ્ખોની કમાણી કરી છે.આમ તો ખેડૂતો સૌથી વધુ કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીની પરંપરાગત ખેતી કરતા હોય છે પરંતુ કરણપુરના ખેડૂતે ત્રણ વર્ષ પહેલાં પ્લાનિંગ સાથે ડ્રેગનફૂટની ખેતી કરી અને આ અખતરો ખેડૂતને ફળ્યો પણ ખરોડ્રેગનફ્રૂટ ગુજરાત માટે નવી ખેતી છે અને એના માટે સરકાર પણ પ્રોત્સાહન આપે છે. તો બાગાયત વિભાગ દ્વારા પોલ ખરીદવામાં સહાય પણ આપવામાં આવે છે. આમ તો આ ખેતી નજીવી માવજતે અને ઓછા પાણીએ થતી ખેતી છે અને એટલે જ ખેડૂતો પ્લાનિંગ સાથે ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.આ ખેડૂતો એક એકરમાં ડ્રેગનફ્રૂટનું વાવેતર ત્રણ વર્ષ પહેલાં કર્યુ હતું. જેમાં અંદાજે 4થી 5 લાખ રૂપિયા ખર્ચ થાય છે. પરંતુ બે વર્ષમાં જ આ ખર્ચ નીકળી જાય છે. તો ખેડૂતો જાતે જ તેનું વેચાણ કરે છે અને તેની કિંમત પણ સારી મળે છે એટલે સીધું જ વેચાણ કરી આવક મેળવી રહ્યા છેઆ તો આ સુહાલ પટેલે એક એકરમાં ડ્રેગનફૂટના પોલ લગાવેલા છે જેમાં એક પોલ પર 600થી 700 રૂપિયા ખર્ચ થાય છે તો સામે પહેલાં વર્ષે 7 કિલો ડ્રેગનફૂટ ઉતર્યા હતા. તો બે વર્ષથી ફળ પણ વધી રહ્યા છે અને બે વર્ષમાં જ તમામ ખર્ચ નીકળી ગયો છે
ઉમંગરાવલ સાબરકાંઠા