દર ત્રણ વર્ષે એક વખત આવતા અધિક માસને ભાવિકો “પુરુષોત્તમ માસ” તરીકે પણ ઓળખે છે તેમાં આ વખતે અનેક સંયોગો પણ જોવા મળ્યા છે પ્રથમ અધિક માસ ત્યારબાદ શ્રાવણ માસ આમ એકી સાથે બે ભક્તિના મહિનાઓ આવ્યા છે” તો મહામારી કોરોના કાળ અને ત્યાર બાદ ગૌમાતાઓમાં લંપીવાયરસ આમ બે મહામારી વિત્યા પછી એકી સાથે બે માસ ભક્તિના આવતા પૌરાણિક પરંપરા અનુસાર શેરીઓમાં ગલીઓમાં મહિલાઓ ગોરમા અને બાળ કૃષ્ણનું સ્થાપન કરે છે. અને એક માસ પર્યંત પોતે ગોકુળ મથુરામાં ભગવાન બાલકૃષ્ણ સાથે સમય વિતાવી રહી હોય તે પ્રકારે “આંબુડું જાંબુડું” જેવા ગીતો સાથે કર્મ સ્વરૂપે ખેતર ખેડી અને ભગવાન સન્મુખ ગોપી બની અને તેમની ભાવવિભોર કીર્તન સાથે પુજાઅર્ચના કરે છે.તો સોમનાથ વેરાવળમાં ગોપીઓએ સાથે મળી અને પૌરાણિક પરંપરા અને આધુનિક ભક્તિના સમૂહ દર્શન કરાવ્યા છે. જેમાં પૌરાણિક યુગમાં જે વલોણાથી ભગવાન મહી (દહી)વલોવતા હતા તેવા વલોણા સાથે માખણ મિસરી સાથે મહિલાઓ ગોપી ભાવે વલોણા રાસ લઈ અને ભગવાનને વિનવી રહી હતી. તો સાથે પૌરાણિક પરિવેશ અને આધુનિક વેશભૂષા ના પણ આ સમૂહ ભક્તિમાં દર્શન જોવા મળે છે.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ
ગીર સોમનાથ.