હાલોલના રવલિયા ગામે જમીનના ટુકડા માટે એક યુવાને સામે પક્ષના ૫ લોકો પર ખંજર વડે હિંસક હુમલો કરી ખંજર મારી લોહી લુહાણ કરી ઈજાઓ પહોંચાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જેમાં ખંજરથી યુવાનનું પેટ ચિરાઈ જતા તાત્કાલિક તેને ઓપરેશન કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળેલ છે જ્યારે બનાવ અંગે તાત્કાલિક હાલોલ રૂરલ પોલીસે હુમલો કરનાર યુવાન યોગી વિજયસિંહ સોલંકીની અટકાયત કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલું છે જ્યારે ખંજર વડે ઘાતક હુમલો કરી ૫ લોકોને લોહી લુહાણ કરનાર યુવાન હોમગર્ડ તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળેલ છે.