હાલોલના તાજપુરા ગામના નારાયણ ધામ ખાતે ગુરુપૂર્ણિમાના પવન દિવસે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી તેમજ લખો દર્શનાર્થીઓ નારાયણબાપુની સમાધિના દર્શન કરવા પધાર્યા હતા. આ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં એક લાખ થી વધુ ગુરુ શિષ્યો સાથે નારાયણબાપુના ચરણ પાદુકાની પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી. તેમજ બ્રહ્મલીન નારાયણ બાપુની સમાધિના દર્શન કરવા પહોંચેલા શિષ્યોમાં ગુરુ પ્રત્યે ની પોતાની અડગ આસ્થા અને અપાર શ્રદ્ધા જોવા મળી હતી. તેમજ નારાયણ ધામ ખાતે આંખ ની હોસ્પિટલ ચાલવામાં આવે છે. જેમાં કે જેમાં વિનામૂલ્યે આંખો અને મોતિયા ના ઓપરેશન ની સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે લાખો ની ભીડ એકત્ર થવાની હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્રે ખડે પગે સેવાઓ પૂરી પાડી હતી.