પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખ્ખો ની સંખ્યામાં આવતા હોય છે.જેને લઇ રાજ્ય સરકાર દ્વારા માતાજીના દર્શને આવતા પગપાળા યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે તે માટે લાખ્ખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી વિકાસના કામો કર્યાં છે. જેમાં હાલોલ જ્યોતિ સર્કલ થી લઇ પાવાગઢ માચી સુધી ચાર માર્ગીય રોડ અને તેની બાજુમાં પગપાળા યાત્રિકો માટેનો પથ બનાવામાં આવ્યો છે અને હાલોલ જ્યોતિ સર્કલ થી લઇ પાવાગઢ માચી સુધી તેમજ ડુંગર પર રસ્તા ઉપર લાઈટ થાંભલા ઉભા કરવામાં આવ્યા છે, તે સ્ટ્રીટ લાઈટો હાલોલ થી પાવાગઢ વચ્ચે બંધ હાલતમાં છે. રોજ બ રોજ તો ઠીક હાલમાં ચાલી રહેલી આસો નવરાત્રી માં પણ આ લાઈટો બંધ હાલતમાં હોવાને કારણે પગપાળા ચાલતા આવતા માઇ ભકતો ને રાત્રીના સમયે પોતાના જોખમે અને મોબાઈલ ની લાઈટ ના સહારે જતા જોવા મળ્યા હતા.