સાબરકાંઠાના હાથરોલ ગામના અદાપુર-ચોમુખ જવાના માર્ગ પર ગામના અમરભાઈ કાળાભાઇ ખાંટનું ખેતર આવેલું છે. જેમાં વડના ઝાડ નીચે પશુ બાંધે છે ત્યારે બુધવારે રાત્રે વડના ઝાડ નીચે બાંધેલ બે વર્ષના વાછરડાને રાત્રી દરમિયાન દીપડાએ આવીને મારણ કર્યું હતું. ત્યારબાદ તેને ખેંચીને લોહીલૂહાણ હાલતમાં વડના ઝાડ પર ખેચી લઇ ગયેલો. ગુરવારે સવારે ખેડૂત ખેતરે પહોચ્યો ત્યારે વાછરડું ઝાડ પર મૃત હાલતમાં જોવા મળ્યું હતું અને ઝાડ પર લોહી જોવા મળ્યું હતું. તો બીજી તરફ આસપાસ દીપડાના પગના નિશાન જોવા મળ્યા હતા. જેને લઈને ખેડૂત અમરભાઈએ ગામના પૂર્વ સરપંચ અમિતભાઈ પટેલને જાણ કરી હતી.
ઘટનાને લઈને રાયગઢ રેંજમાં આવતા હાથરોલ પાસેના 1200 હેકટર જંગલ વિસ્તારના ફોરેસ્ટર અને બીટ ગાર્ડ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉમંગરાવલ સાબરકાંઠા