રાજકોટના બહુમાળી ભવનમાં જે દ્રશ્ય જોવા મળ્યું તેણે સૌને આશ્ચર્યચકિત કરી દીધા. એક રિક્ષા જાણે કોઈ રસ્તા પર ફરતી હોય તેમ બિલ્ડિંગની લોબીમાં બિન્દાસ સવારી કરતી જોવા મળી. સરકારી બિલ્ડિંગમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, આ રીતે રિક્ષાનું ફરવું સુરક્ષા વ્યવસ્થા પર અને નિયમોના પાલન પર ગંભીર સવાલો ઉભા કરે છે. થ્રી ઇડિયટ ફિલ્મ જેવો આ રિયલ સીન જોઈને લોકોમાં આશ્ચર્ય અને કુતુહલ જોવા મળ્યા