મોરબી રોડ પર હડાળાના પાટીયા પાસે આવેલી વૃજભુમી સોસાયટીમાં રહેતાં પાડોશીઓ વચ્ચે બબાલ સર્જાઇ છે. જેમા એક વ્યક્તિનું મોત થયું છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટમાં ઓપરેટર તરીકે નોકરી કરતાં લાખાભાઇ પાટડીયા નામના પ્રોઢના ઘર પાસે ઝાડ છોડવા વાવ્યા હોઇ તે પડોશી પ્રોઢ પ્રવિણ નીરંજનીની ગાય આવીને ખાઇ જતી હોઇ આ બાબતે તેને કહેવા જતાં ‘અમારી ગાય શેરીમાં જ છુટી રખડશે તારાથી થાય તે કરી લેજે’ કહી ઝઘડો કર્યો હતો. જે મામલે લાખાભાઇના દિકરા, વહુઓ પડોશી પ્રવિણ નીરંજનીને સમજાવવા જતાં ધોકા-પાઇપથી હુમલો થતાં અને વચ્ચે અન્ય એક પડોશી જે રાજકોટથી પોતાના બંધ મકાનની સાફસફાઇ માટે આવ્યા હતાં તે વિનુભાઇ ચાવડા વચ્ચે પડતાં તેને પ્રવિણ અને તેના દિકરાએ ધોકા-પાઇપ ફટકારી દેતાં તેની હત્યા થઇ ગઇ હતી. લાખાભાઇને પ્રવિણના અન્ય દિકરાએ રિક્ષાની ઠોકરે ઉલાળી દઇ હત્યાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે સામ-સામી થયેલી બઘડાટીમાં એક પક્ષના છ અને બીજા પક્ષના બેને ઇજા થઇ હતી. હત્યાના ગુનામાં આરોપીઓને સકંજામાં લઇ લેવાયા છે. ત્યારે સમગ્ર બનાવ મામલે કુવાડવા પોલીસે સામ સામી ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
હડાળાના પાટીયે વૃજભુમી સોસાયટીમાં પડોશીઓ વચ્ચે બબાલ, એકની હત્યા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -