ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આજે મુસ્લિમ સમુદાય માટે ગૌરવપૂર્ણ દિવસ હતો પવિત્ર હજયાત્રા માટે હાલ દુનિયાભર માંથી મુસ્લિમ બિરાદરો પવિત્ર હજયાત્રા માટે પહોંચી રહ્યા હોય ત્યારે અલ્લાહ ની રહેમથી મોટી પાનેલી ગામના આઠ બિરાદરો પણ ઉમરાહ માટે વિદાઈ લઇ રહ્યા હોય હાજીઓ ને વિદાઈ માટે મોટી પાનેલી સમસ્ત મુસ્લિમ સમુદાય સાથે આસપાસ ના ગામોના મુસ્લિમ ભાઈઓ બહેનો અત્રે ના મુસ્લિમ જમાત ખાતે એકસાથે ભેગા મળ્યા હતા જેમાં હજારો મુસ્લિમ ભાઈઓ બહેનોએ તમામ હાજીઓ ને ફુલહાર ના બહુમાન સાથે અશ્રુભીની આંખે વિદાઈ આપી દુવા કરી હતી પવિત્ર ઉમરાહ માટે જનારા હાજીઓ માં સમાજના પ્રમુખશ્રી ઇશાકભાઈ સોરા મારિયમબેન સોરા ઉમરભાઈ મેર જેનબબેન મેર નુરમામદ સોરા ઇમ્તિયાઝભાઈ ખત્રી સલીમભાઇ ઘાંચી ઈલિયાસબેન ઘાંચી ને અલ્લાહ ની રહેમો કરમ થી પવિત્ર હજયાત્રા નસીબ થયેલ હોય સર્વે મુસ્લિમ જમાત એકસાથે મળી હાજીઓ ને વિદાય આપી ન્યાઝ માં પ્રસાદ ગ્રહણ કરી અલ્લાહ ને બંદગી ફરમાવેલ સર્વે સમુદાય નો સમાજના પ્રમુખ ઇશાકભાઈ સોરા એ ભારે હૃદયે આભાર વ્યક્ત કરેલ.
કમલેશ વસાણી