રાજકોટ
“સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૦૯/૧૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પ્રતિનિધિઓના સહયોગથી રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે સઘન સફાઈ કામગીરી કરવામાં આવી.
આજે “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં રાજકોટ મહાનગરપાલિકા અને સેન્ટ્રલ બસ સ્ટેન્ડના ૨૪ પ્રતિનિધિશ્રીઓના સહયોગથી રાજકોટ બસ સ્ટેન્ડ પર સઘન સફાઈ કરી ૨૦૦ કી.ગ્રા. કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.