24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

“સ્વચ્છતા એજ સેવા” અંતર્ગત ભાવનગરના વિવિધ વિસ્તારોમાંથી 6 દિવસમાં 450 ટન કચરાનો નિકાલ કરાયો


 

હાલ દેશભરમાં ચાલી રહેલ સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા શહેરના દ્વારા દરેક વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. જેને પગલે ભાવનગર મનપા કમિશનર એન.વી.ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનર મનિષા બ્રહ્મભટ્ટ અને વિભાગના અધિકારી ફાલ્ગુન શાહ, સીટી એન્જિનિયર દેવમોરારી સહિતનો મહાનગરપાલિકાના અધિકારીઓનો કાફલો સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી છે. જેમાં શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ ચિત્રા ફુલસર રોડ પર સફાઈ હાથ ધરી હતી. તેમજ ગેરકાયદેસર દબાણો પણ દૂર કરાયા હતા. ત્યારે છેલ્લા 6 દિવસમાં મહાનગરપાલિકાએ શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ પર એક પછી એક સફાઈ કરવામાં આવેલ હતું. જેમાં નારી ચોકડી, આધેવાડા, ત્યારબાદ જુના બંદર રોડ ઉપરનો એન્ટ્રી પોઇન્ટ, કુંભારવાડા સહિત 4 – 4  પોઇન્ટ બનાવી સફાઈ કરીને અંદાજે 450 ટન જેટલો કચરો લગભગ બે થી અઢી કિલોમીટરના લંબાઈના રોડ ઉપરથી બાવળની કાંટ સંહિતનો કચરો ઉપડી સફાઈ કરાઈ હતી. જો કે મનપા દ્વારા કરવામાં આવતી કામગીરી માત્ર અભિયાન પૂરતી જ હોય તેમ એક દિવસ સફાઈ અભિયાન જોરશોર થી કરાઈ છે. અને બાદમાં કચરાના ઢગલા યથાવત જોવા મળે છે. ત્યારે કાયમિક માટે સ્વચ્છતા જળવાઈ રાહે તેવી કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું..

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -