ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદ-રાજકોટ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. વસ્તડી ગામ પાસે આવેલા બુટ ભવાની પેટ્રોલ પંપ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે રાજસ્થાનના બાડમેરના બે શખ્સો ચુતરારામ નારાયણરામ જાટ અને માંગીલાલ તેજારામ સાઉની ધરપકડ કરી છે આ કેસમાં ત્રણ આરોપીઓ હજુ ફરાર છે જેમાં અનિલ પંડ્યા કે જે પંજાબથી દારૂનો જથ્થો મોકલનાર છે, તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે. એક શખ્સ પંજાબથી દારૂ મોકલવાનું કામ કરે છે જ્યારે અન્ય શખ્સ કચ્છ મુન્દ્રા ખાતે દારૂનો જથ્થો મંગાવનાર છે પીએસઆઇ ડી.પી.ભાટી અને ટીમે 24,630 બોટલ દારૂ જપ્ત કર્યો છે. જેની કિંમત રૂ. 1.31 કરોડ છે. આ ઉપરાંત ટ્રક, બે મોબાઈલ અને રોકડ સહિત કુલ 1.61 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.