સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલપતિ પ્રો.નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ અંતર્ગત વિવિધ એમ.ઓ.યુ. થયા હતા. જેમાં સ્વર્ણીમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, શ્રી વામ ઇન્ડસ્ટ્રીઝ તથા બ્લુગ્રાસ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવેલ હતા. આ એમ.ઓ.યુ. થવાથી વિદ્યાર્થીઓને લાભ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક, સંશોધન, સ્પોટર્સ, સ્ટાર્ટઅપ, ઉદ્યોગ સાહસિકતા અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિઓના એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા હતા.