ઉનાળા પહેલા સૌરાષ્ટ્ર માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા સૌરાષ્ટ્રને પાણી પુરું પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. સૌરાષ્ટ્ર આવેલા કુલ 141 ડેમમાંથી નવ ડેમ તળિયા ઝાટક થયા છે. તો 5 ડેમમાં માત્ર એક ટકા પાણી હોવાનો ખુલાસો થયો છે. હજી તો ઉનાળો આવ્યો નથી, ત્યા શિયાળામાં જ 20 ડેમો 90 ટકા ખાલી થઈ જતા ચિંતા વધી છે. ત્યારે સૌરાષ્ટ્રના લોકોએ પાણી માટે નર્મદા આધારિત રહેવું પડશે. સરકાર સૌની યોજના મારફતે પાણી પુરું પાડશે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓની તરફ છીપાશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 42.25 ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાનો સાની ડેમ, જૂનાગઢનો પ્રેમપરા ડેમ, પોરબંદરનો અડવાણા ડેમ, પોરબંદરનો અમીપુર ડેમ, સુરેન્દ્રનગરનો સબુરી ડેમ, દેવભૂમિ દ્વારકાનો ગઢકી ડેમ, દેવભૂમિ દ્વારકાનો વર્તુ-1 ડેમ, દેવભૂમિ દ્વારકાનો સોનમતી ડેમ, જામનગરનો રૂપાવટી ડેમ, સુરેન્દ્રનગરનો મોર્શલ ડેમ હાલ તળીયા ઝાટક છે. ત્યારે આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પોતાની પ્રતિક્રીયા આપી હતી.
સૌરાષ્ટ્ર પર ચિંતાના વાદળો મંડરાયા, ઉનાળા પહેલા જ તળિયાઝાટક થયા ડેમ થતા ચિંતા વધી
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -