રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા વીજચોરી ડામી દેવા દરોડાનો દૌર યથાવત રાખવામાં આવ્યો છે દરમિયાન એપ્રિલ 2023થી જુલાઇ 2023 એટલે કે ચાર માસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં તંત્ર દ્વારા 1,13,719 વીજ કનેક્શન ચેક કરતાં 27,254 કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી જેમાં અધધ 82 કરોડ, 6 લાખ 82 હજારની વીજચોરી થઈ હોવાનું સામે આવ્યું છે ભાવનગરમાં સૌથી વધુ 15 કરોડની વીજચોરી ઝડપાઇ છે. રાજકોટ શહેરમાંથી 7.38 કરોડની જ્યારે ગ્રામ્યમાંથી 7.44 કરોડની, મોરબીમાંથી 5.12 કરોડની, પોરબંદર જિલ્લામાંથી 6.58 કરોડની, જામનગર જિલ્લામાંથી 7.12 કરોડની, ભુજમાંથી 3.78 કરોડની, અંજારમાંથી 5.76 કરોડની, જુનાગઢ જિલ્લામાંથી 6.49 કરોડની, અમરેલી જિલ્લામાંથી 5.20 કરોડની, બોટાદ જિલ્લામાંથી 3 કરોડની, ભાવનગર જિલ્લામાંથી 15 કરોડની અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી 9 કરોડની વીજચોરી ઝડપી લેવામાં તંત્રને સફળતા મળી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં એપ્રિલથી જુલાઇ ચાર માસમાં 82 કરોડની વીજચોરી ઝડપી લેતું તંત્ર
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -