વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સૌરાષ્ટ્રને એકસાથે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ભેટ આપી છે. આ ટ્રેનો હવે વેરાવળ-અમદાવાદ અને રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે દોડતી થઈ છે.આ પ્રસંગે, સાંસદ રામભાઈ મોકરીયાએ રાજકોટથી સુરેન્દ્રનગરની વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી તેનો આનંદ માણ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ અધ્યતન રેલવે સુવિધા મળવાથી લોકોને આરામદાયક અને ઝડપી મુસાફરીનો અનુભવ મળશે. સાંસદ રામભાઈ મોકરીયાએ સૌરાષ્ટ્રની જનતાને આ નવી વંદે ભારત ટ્રેનનો અનુભવ લેવા માટે પણ અપીલ કરી છે. આ ટ્રેનો સૌરાષ્ટ્રના હરવા-ફરવાના શોખીનો માટે ખરેખર આનંદની વાત છે.