જ્યારે જ્યારે આફત આવે ત્યારે ત્યારે એની સામે રક્ષણ માટે NDRFની ટીમો હર હંમેશ તહેનાત રહે છે. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાની દહેશત છે, એને ધ્યાનમાં રાખી તમામ જગ્યા પર NDRFની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. તેમજ NDRFની ટીમને 6 મહિના સુધી સખત તાલીમ આપવામાં આવે છે. એક ટીમ પાસે 60થી વધુ સાધનો હોય છે. જેથી રાજકોટ જિલ્લામાં પણ NDRFની એક ટીમ તહેનાત કરવામાં આવી છે, જે તમામ પ્રકારનાં આધુનિક સાધનો સાથે જિલ્લામાં સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે. NDRFના જવાનોને 6 મહિના સુધી સખત તાલીમ આપવામાં આવે છે. 100 ફૂટ ઊંડે સુધી ડૂબેલા લોકોને પણ બચાવી લે છે. ભૂકંપ, વાવાઝોડું અને અતિભારે વરસાદ સામે આ જવાનો બાથ ભીડે છે. હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, દીવ, પોરબંદર, ગીર-સોમનાથ સહિતના દરિયાકાંઠે NDRFની ટીમ તહેનાત છે.