ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ, ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. જેને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કાર્ય કરી રહ્યું છે ત્યારે વાવાઝોડા ની આગાહીને પગલે ૧૦૮ સેવા દ્વારા નાગરિકો માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી જેમાં તંત્ર દ્વારા સૂચનાઓનું પાલન કરીને નાગરિકોએ સાવધાની અને સૂચકતા જાળવવા અપીલ કરાઇ હતી. તેમજ વરસાદ, ચક્રવાત પરિસ્થિતિ લઇ ને રાજકોટ જીલ્લા ની તમામ ૧૦૮ સેવાને એલર્ટ મોડ મૂકવામાં આવી છે. આ સાથે રાજકોટ જીલ્લા ની ૧૦૮ સેવા ઓક્સિજન, પૂરતી દવાઓ અને સંસાધન સહિત ની સજજ કરવામાં આવી છે. તેમજ આ સાથે જિલ્લાના નાગરિકો માટેની ૧૦૮ સેવા દ્વારા વરસાદ, ચક્રવાત દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર કરવું, પાકા મકાનમાં વાળા મકાનમાં રહેણાંક કરવો તેમજ કોઈ પણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર ૧૦૮ સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જેવી અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે વધુમાં ૧૦૮ સેવા ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યુ કે ચક્રવાત ની પરિસ્થિતિ ને પહોંચી વળવા તાલીમબદ્ધ કર્મચારીઓ કટિબદ્ધ છીએ અને તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે.